મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટીમાં રહેતા યુવાનના અમદાવાદમાં રહેતી મહિલાએ 1,00,000 રૂપિયા લઈને  મૂળ રાજસ્થાનની એક મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા અને લગ્નના આઠ દિવસ બાદ તે મહિલા કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે જેથી કરીને યુવાન સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી મહિલાઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટી બ્લોક નંબર 58 માં રહેતા અશોકભાઈ મૂળચંદભાઈ અડવાણી (47)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રીતિબેન કેવલરામ વાઘવાણી રહે. એ-202 રોયલ રીજોઇસ-2, શીપ બંગલો, બીલાસીયા ચોકડી પાસે અમદાવાદ તથા નિશા રામચંદ્ર હેમલાની રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રીતિબેનએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈને નિશાબેન સાથે ગત તા 21/6/26 ના રોજ તેના લગ્ન કરાવ્યા હતા અને માત્ર આઠથી નવ દિવસ રોકાયા બાદ નિશાબેન ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અત્રે ઉલેખનીય છેકે, ભોગ બનેલા યુવાને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે તેની ફરિયાદ લેવામાં આવી ન હતી પરંતુ ત્યાર બાદ આ મામલો ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી પહોચ્યો ત્યાર પછી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News