મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ


SHARE





મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ હોટલ સામેથી આંબાવાડી સ્કૂલેથી પરત પોતાના ઘર તરફ સાયકલ લઈને જઈ રહેલો વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેની માતા પણ તેની સાથે હતી દરમિયાન બોલેરો ગાડીના ચાલકે બાળકની સાયકલને લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાળકને માથામાં હેમરેજ તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં રહેતા મુળુભાઈ આયદાનભાઈ ગોગરા (48) એ બોલેરો ગાડી નંબર જીજે 3 સીયુ 6588 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે કંડલા બાયપાસ પાસે આવેલ વિરાટ એક્સપ્રેસ હોટલ સામેથી તેમનો દીકરો માધવ (11) સાયકલ લઈને પસાર થતો હતો અને રોડ ક્રોસ કરતો હતો.ત્યારે તેની માતા પણ તેની સાથે હતી દરમિયાન માધવની સાયકલને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં માધવને માથામાં હેમરેજ, ખભામાં ફ્રેકચર તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના લીલાપર ગામે રહેતી આરતીબેન અનિલભાઈ કોળી (34) નામની મહિલાએ કોઇ કારણોસર ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના ઘુટું ગામે રહેતા મુકેશભાઈ દેવજીભાઈ બોડા (35) નામના યુવાનને આંબેડકરનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News