મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટર પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટર નજીક સાત વર્ષનો બાળક રમતો હતો દરમિયાન તેને રજડતા શ્વને બચકા ભરી લીધા હતા અને માથાના ભાગે બચકા ભર્યા હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ધરમસિંગ બોરડેનો સાત વર્ષનો દીકરો સંદીપ કવાર્ટર પાસે હતો દરમિયાન ત્યાં અચાનક શ્વાન આવી ગયું હતું અને રજડતા શ્વને બાળક ઉપર હુમલો કર્યો હતો અને બાળકને માથાના ભાગે શ્વાને બચકા ભરી લીધા હતા જેથી કરીને લોહી લુવાણ હાલત માટે બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બાળકને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે ઈજાગ્રસ્ત બાળક તેના પરિવાર સાથે સિરામિક કારખાનામાં ક્વાર્ટરમાં રહેતો હતો અને ત્યાં લેબર કવાર્ટર નજીક હતો ત્યારે આ બનાવ બનેલ હોય પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News