મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ


SHARE





મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યાં રસ્તાની બંને બાજુએ સર્વિસ રોડ આપવામાં આવ્યા છે જોકે સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા હોવાના કારણે તેમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે જેના કારણે નિર્દોષ લોકોને ઈજાઓ થતી હોય છે ત્યારે આ ખાડાના કારણે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા રોડ ઉપરના ખાડા બુરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાલમાં ઓવરબ્રિજના પીલર ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બંને બાજુએ સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે જો કે, ત્યાં ખાડા પડી ગયા છે તેને રીપેર કરવા માટેની તસ્દી લેવામાં આવતી નથી અને ખાડામાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે દરમિયાન મંગળવારે સવારના સમયે ડબલ સવારી એકટીવા લઈને બે મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે ખાડામાં ભરાયેલ પાણીના કારણે એકટીવા સ્લીપ થયું હતું અને બંને મહિલા પાણી ભરેલા ખાડામાં પડી હતી. ત્યારબાદ આ જ સ્થળ ઉપરથી પસાર થઈ રહેલ માલ વાહક રીક્ષા રસ્તામાં આવેલા ખાડામાં ભરાયેલ પાણીના કારણે પલટી મારી ગઈ હતી જેથી અકસ્માત થયો હતો આમ રોડ ઉપરના ખાડા નિર્દોષ વાહન ચાલકો કે અન્ય લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા હોવાથી જવાબદાર અધિકારી દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવામાં આવે અને ઓવરબ્રિજની બંને બાજુએ આપવામાં આવેલ સર્વિસ રોડના ખાડા વહેલી તકે બુરવામાં આવે અને આવી જ રીતે શહેરના જુદાજુદા વિસ્તારમાં કોઈપણ રોડ ઉપર ખાડા હોય તો તેને બુરવામાં આવે તે જરૂરી છે નહીં તો ચોમાસામાં રોડમાં પડેલા ખાડાઓના કારણે નિર્દોષ લોકોના હાથ પગ ભાંગે અથવા તો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પહેલાથી જ અધિકારીઓને નક્કી કરી લેવું જોઈએ નહિ તો પછી વર્ષો સુધી સીટ દ્વારા તપાસ કરવામાં આવે અને પછી કોઇની સામે કોઈ કાર્યવાહી ન થાય તેવો ઘર સર્જાશે.




Latest News