મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ નવકાર કોમ્પ્યુટરના ૧૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય મહેમાન તરીકે AICES ના હેડ દિલીપ મકવાણા, જસવંતભાઈ મિરાણી, અલ્પેશભાઈ ગાંધી, જાડેજાભાઈ, અનિલભાઈ, અલ્પેસભાઈ પુજારા, કાસુન્દાભાઈ, ધર્મેન્દ્રભાઇ, અશોકભાઇ, ભાવેશભાઈ હડીયલ, કિશોરભાઇ, હર્ષદભાઈ કંઝારીયા, જીતેન્દ્રભાઈ પિત્રોડા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ કોર્ષો જેવા કે CCC, TallyPrime, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ટાઇલ્સ ડિઝાઇનિંગ, C Language અને લેટેસ્ટ AI કોર્ષમાં શ્રેષ્ઠ ગુણાંક સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૪૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સંસ્થામાંથી અભ્યાસ કરી આજે ગવર્મેન્ટ જોબ અને સિરામિક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ૩૦ થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેમનું ગૌરવવંતુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. તેવી માહિતી સંસ્થાના સંચાલક દિપેશભાઈ દોશીએ આપી હતી.




Latest News