સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

વર્ષ 1995 થી સતત કાર્યરત એવી LIFE IMPROVEMENT ORGANIZATION WITH NATIONAL SPIRIT ના વિચારને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 2 જુલાઈના દિવસે મોરબી શહેરમાં સામાકાંઠે આવેલા વિકાસ વિદ્યાલયના બાળાઓ સાથે કરવામાં આવી હતી. આ સાથે બધા બાળાઓ સાથે સંસ્થાના મેમ્બરોએ કેક કટીંગ કર્યું હતું અને સંસ્થાના સિનિયર એડવાઈઝર મેમ્બર ભારતીબેન પુજારા તેમજ પ્રફુલાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તમામ બાળાઓને મોરબી શહેરમાં આવેલા ONLY NX ના સહયોગથી કુર્તીઓનું વિતરણ કર્યું હતું અને તમામ મેમ્બરો તેમજ ત્યાંના સ્ટાફ અને 90 થી વધારે બાળાઓએ સાથે મળી ભોજન કર્યું હતું. તેમજ સંસ્થાના મેમ્બર  દિવ્યાબેન ચગના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનો તમામ ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શોભનાબા ઝાલાસંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, મયુરીબેન કોટેચાપ્રીતિબેન દેસાઈ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાપુનમબેન તેમજ સેક્રેટરી મનિષાબેન ગણાત્રા અને તમામ હોદ્દેદારોએ દિવ્યાબેનનો આભાર  વ્યક્ત કર્યો હતો. તેવી માહિતી સંસ્થાના પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવી છે.




Latest News