મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાનને અગાઉ બોલાચાલી ઝઘથયો હતો જેથી તે સામે વાળાને  બોલાવતો ન હતો જે બાબતનો ખાર રાખીને સામે વાળાએ યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા તેને ગાડીના પટ્ટા ટાઇટ કરવાના બકલ અને પટ્ટા વડે શરીરને માર માર્યો હતો તેમજ માથાના ભાગે ઈંટ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા (25)એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ બાવાજી તથા રાજુભાઈ દિલીપભાઈ બાવાજી રહે. બંને ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી અને આરોપી દિલીપભાઈને અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો અને ફરિયાદી આરોપીને બોલાવતા ન હોય જે બાબતનો ખા રાખીને દિલીપભાઈએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીના પટા ટાઈટ કરવાના બક્કલ વડે ફરિયાદીને બંને પગના ઢીચણના ભાગે પટ્ટા મારીને તથા ડાબા હાથની કોણી અને મોઢા પાસે પટ્ટા મારીને જાઓ કરવામાં આવી હતી જ્યારે આરોપી રાજુભાઇએ ઈંટના કટકા વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News