મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર


SHARE







મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અને મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા સંચાલિત ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું તા.૬ થી ૧૦ જુલાઇ સુધી મોરબીના આંગણે આયોજન કરવામાં આવ્યું છે.મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો.દેવેન રબારી તેમજ સેક્રેટરી જીતુભાઈ રબારીએ સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, આ ટુર્નામેન્ટનું આયોજન મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ-અલગ ૧૨ જિલ્લાઓની શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે.જેમાં અમદાવાદ, બનાસકાંઠા, બરોડા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, કચ્છ, મોરબી, પાટણ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.

આ ૧૨ ટીમો એકબીજા સામે ચાર-ચાર મેચો રમશે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ ૪૮ રોમાંચક મેચો રમાડવામાં આવશ.જે મોરબીના રમતપ્રેમીઓ માટે એક અદભુત લહાવો બની રહેશે.મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે રહેવા, જમવા તેમજ મેદાન ઉપરની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.આ પ્રસંગે મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજની દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી અને મોરબીના આંગણે આ પ્રકારની રાજ્ય કક્ષાની ગર્લ્સ ટુર્નામેન્ટ યોજવાનો અમારો મુખ્ય હેતુ દીકરીઓને રમતગમતમાં પૂરતી તકો અને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.રમત-ગમત માત્ર શારીરિક ફિટનેસ જ નહીં.પરંતુ નેતૃત્વના ગુણો, આત્મવિશ્વાસ અને શિસ્ત પણ શીખવે છે.અમારું વિઝન છે કે મોરબી અને સમગ્ર ગુજરાતની દીકરીઓ ફૂટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકે અને દેશનું નામ રોશન કરે.મોરબી ફૂટબોલ એસોસિએશન વતી મોરબીના તમામ રમતપ્રેમીઓ, વાલીઓ, યુવાનો અને જાહેર જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News