મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા


SHARE







માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા

માળીયા મીયાણા શહેર અને તાલુકા વિસ્તારમાં છેલ્લા દિવસોમાં બનેલ હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર બનાવને ધ્યાને રાખીને આજે એસપીની આગેવાની હેઠળ માળિયા શહેર અને ખીરઇ ગામમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ, એક કટ્ટો, ત્રણ એરગન 70 જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા હતા તેમજ પેરલ જમ્પ કરેલ એક આરોપી અને વોન્ટેડ બે આરોપી પણ ઝડપાયા હતા જેથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેર અને જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી સહિતના શરીર સબંધિત ગંભીર બનાવો અવારનવાર બનતા હોય છે તેવામાં ખાસ કરીને માળિયા શહેર અને તાલુકા વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યા સહિતના જે બનાવ બન્યા હતા તેને ધ્યાનમાં રાખીને રેન્જ આઈજી ની સૂચના મુજબ એસપી મુકેશ પટેલની આગેવાની હેઠળ જિલ્લાના ડીવાયએસપી જે.એમ. આલા, સમીર સારડા, કે.એમ.પરમાર તથા 15 પીઆઇ અને 32 પીએસઆઇ તેમજ 400 પોલીસ કર્મચારીઓને સાથે રાખીને માળીયા શહેર તથા ખીરઇ ગામમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્રણ કલાકની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા.

મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને મેગા કોમ્બિંગની માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, માળિયા શહેર અને ખીરઇ ગામે જુદા જુદા શરીર સબંધી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી કરી હતી આ સર્ચ ઓપરેશન દરમિયાન તેવામાં જુદી-જુદી જગ્યા ઉપરથી ભાલા, તલવાર, છરી વગેરે જેવા ધારદાર 70 જેટલા હથિયારો મળી આવ્યા છે આ ઉપરાંત 1 કટ્ટો, 3 એરગન, 23 જેટલા જીવતા કાર્ટેજ મળી આવ્યા છે સાથોસાથ એક સ્થળેથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટનો જથ્થો પણ મળી આવ્યો હતો આમ આજની કામગીરી દરમિયાન પેરોલ જમ્પ કરનાર એક આરોપી તેમજ બે વોન્ટેડ આરોપી પણ ઝડપાયા હતા. જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આવી જ કામગીરી આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય તાલુકા વિસ્તારમાં શરીર સંબંધી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ત્યાં પણ કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી




Latest News