મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર


SHARE







મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની અંદર નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો રાખવા માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું આ ગોડાઉનની અંદર હાલમાં 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેમાં બપોરના સમયે કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હાલમાં સાત ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે અને મગફળીના જથ્થામાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે

દર વર્ષે નાફેડ દ્વારા જે મગફળીના જથ્થાની ખરીદી કરવામાં આવતી હોય છે અને ગોડાઉનમાં રાખવામાં આવે છે તેમ આગ લાગે, મગફળીની ચોરી થાય કે પછી મગફળીના જથ્થામાંથી માટી ભરેલા કોથળા નીકળે આવી પણ ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે તેવામાં આજે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામના જીઆઇડીસી વિસ્તારમાં મેજિક સિરામિક નામનું કારખાનું આવેલ છે આ કારખાનાની અંદર નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને રાખવા માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને તે ગોડાઉનની અંદર કોઈ કારણોસર બપોરે પોણા બે વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચતી હતી જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા આગની ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હાલમાં મોરબીના ચાર, રાજકોટના બે અને વાંકાનેરની એક આમ કુલ સાત ફાયરની ટીમો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

વધુમાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન ના ગોડાઉન મેનેજર એચ.જી. રાઠોડ પાસેથી મળતી માહિતી મુજબ જે ગોડાઉનની અંદર હાલમાં આગ લાગી છે ત્યાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીની 1.59 લાખ ગુણી રાખવામાં આવી છે. અને છેલ્લા 8થી 10 દિવસમાં ગોડાઉન ખોલવામાં આવ્યુ નથી જોકે ગોડાઉનની અંદર રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે વધુમાં ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી પણ મળતી વિવિધ પ્રમાણે ગોડાઉન સંપૂર્ણ સીલ હતું અને લોકોની અવરજવર પણ ત્યાં ન હતી તો આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હાલમાં કહી શકાય તેમ નથી.






Latest News