મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો

મોરબીના રંગપર ગામે રહેતી પરણીતાએ એસિડ પી લીધું હતું જેથી કરીને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાને મારવા માટે તેના નણંદ પતિ, દિયર અને નણંદ દ્વારા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જે આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટમાં આવેલ બાબરીયા કોલોની શેરી નંબર 1 માં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા ઝાલા, પતિ રાજદીપસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઝાલા એ લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને હર્ષાબાની ચડામણીથી ફરિયાદીની બહેનના પતિ અને દિયર દ્વારા દારૂ પીને અસહ્ય માથાકૂટ કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો એટલુ જ નહીં.અવારનવાર ફરિયાદીની બહેનને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જેથી ફરિયાદીના બહેન ભક્તિબા એ દુઃખ ત્રાસથી કંટાળીને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને આપઘાત કર્યો હતો અને આપઘાત કરવા માટે ત્રણેય આરોપીઓએ તેને મજબૂર કરી હોય હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.  #morbi #મોરબી






Latest News