મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ

 

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના લાઈઝમના અંતિમ દિવસે પ્રમુખ હરખજીભાઈ સુવારિયાનો કાર્યકાળ પૂરો થતા તેમના સન્માનમાં લાયન્સનગર(ગોકુળ) પ્રાથમિક શાળાના આચાર્ય અને તમામ સ્ટાફને પુસ્તક રૂપે સન્માનીય ભેટ પ્રમુખ હરખજીભાઈ સુવારિયાએ આપેલ. પ્રોજેક્ટમાં હાજર લાયન સભ્યો ઝેડસી અને મંત્રી કેશુભાઈ દેત્રોજા, પુર્વ પ્રમુખ ટી.સી.ફુલતરિયા, અમરશીભાઈ અમૃતિયા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા અને પુર્વ ખજાનચી મણીલાલ કાવરને પણ પુસ્તક આપવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ ધોરણ ૫ થી ૮ ના વિધાર્થી ભાઈઓ-બહેનોના શૈક્ષણિક વિકાસ માટે અલગ અલગ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા કરવામાં આવી હતી.જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ ઉપરોક્ત હાજર સભ્યોના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા અને શાળાના તમામ ૨૫૫ વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બોલપેન આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ તમામ વિધાર્થી ભાઈઓ અને બહેનોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આ નાસ્તા અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓના સૌજન્ય દાતાપ્રમુખ હરખજીભાઈ સુવારિયા હતા.આ તમામ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા દ્વારા કરવામાં આવેલ તેમ ઝેડસી અને મંત્રી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવવામાં આવેલ છે. #morbi #મોરબી




Latest News