સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી (સંચાલિત: વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ) દ્વારા રામધન આશ્રમ, મહેન્દ્રનગર, મોરબી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ, તબીબી પરામર્શ તેમજ નિઃશુલ્ક હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ સમાજના તમામ વર્ગ સુધી ગુણવત્તાયુક્ત અને સુલભ હોમિયોપેથીક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો. આ કેમ્પનું મુખ્ય નેતૃત્વ અને સમગ્ર આયોજન ડૉ. રાધિકા વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં ડૉ. હિરલ, ડૉ. રાજશ્રી અને ડૉ. ભૂમિકા દ્વારા દર્દીઓની તપાસ, તબીબી માર્ગદર્શન તેમજ હોમિયોપેથીક સારવાર આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.એચ.એમ.એસ. તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ નિમિષ, મંથન, શ્રેયાંશ, કૃપાલી, હિર્વા અને કૃતિક્ષાએ નોંધણી, દર્દી વ્યવસ્થાપન તેમજ અન્ય વિવિધ કામગીરીમાં ઉત્સાહપૂર્વક સેવા આપી હતી, જેના કારણે સમગ્ર કેમ્પ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.




Latest News