મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ચોકડી નજીક અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં એકટીવા લઈને જતી યુવતીનું એકટીવા ટ્રક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવતીને ગંભીરપણે ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતી તૃષાબેન સાગરભાઇ ભીમાણી પટેલ (૨૩) નામની યુવતી એકટીવા લઈને જતી હતી.ત્યારે મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે આવેલ જુલેલાલ કોલ્ડ્રીંક્સના સામેના ભાગે તેનું એકટીવા ટ્રકની સાથે અથડાયું હતું.જેથી કમર અને થાપાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સામાકાંઠેની ખાનગી હોસ્પિટલે અને બાદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે પાવન પાર્ક વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઓમ જયેશભાઈ જોશી બ્રાહ્મણ (૧૯) રહે.ભગવતીપરા નાની વાવડી તા.મોરબી ને ઈજા થઈ હોય સારવાર માટે સિવિલે લાવ્યા હતા.તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે તેના ભાઈના સાઢુભાઈ ભાવેશભાઈ દ્વારા ઝઘડો કરીનો માર માર્યો હતો.જ્યારે મોરબીના બગથડા ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા અશોકભાઈ હરખાભાઈ મકવાણા નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ગીરીશભાઇ મારૂણીયાએ નોંધ કરીને તપાસ કરી હતી.તેમજ મોરબી મકરાણીવાસ વિસ્તારમાં રહેતા કૌશરબેન યુસુફભાઈ મકરાણી નામની ૩૫ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે જાતે ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.

ચાર બોટલ દારૂ સાથે પકડાયા

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના આલાપ રોડના નાકા પાસેથી પેટ્રોલિંગ દરમિયાન વિજય ભુરાભાઈ પરમાર સતવારા (૨૯) રહે.રવાપર બોનીપાર્ક પાછળ વાળી વિસ્તારને અટકાવી તલાસી લેતા તેની પાસેથી ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી કરીને રૂપિયા ૪૮૦ ની કિંમતના દારૂ સાથે વિજય પરમારની અટકાયત કરવામાં આવી હતી.અને તેમાં જયદીપ લાલજી ચાવડા સતવારા રહે.વજેપર અને અમિત રાજેશ ભાનુશાળી રહે.વજેપરના નામ ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી હતી.






Latest News