મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત


SHARE





વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ કારખાનાની અંદર કામ કરતા સમયે યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધાનુ મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ પાસે આવેલ ત્યાં સ્પેકોન ટાઇલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં રિતેશભાઇ પ્રેમનારાયણ વર્મા (26) નામનો યુવાન કારખાનાની અંદર કામ કાજ કરી રહ્યો હતો દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અમુબેન રાયધનભાઈ જારીયા (60) નામના વૃદ્ધા ગામની બાજુમાં આવેલ ડેમ પાસે ગયા હતા અને ત્યાં કોઈપણ કારણોસર તે ડેમના પાણીમાં ડૂબી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News