સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં


SHARE





મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં

મોરબીના ભારતનગર ગામ પાસે રોડની કટ પાસેથી ડબલ સવારી બાઈકમાં યુવાન તેની પત્નીને બેસાડીને જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો. દરમ્યાન યુવાનના બાઈક પાસેથી ટ્રક કન્ટેનર પસાર થતું હોવાથી તેની સાથે મહિલાનો હાથ અથડાયો હતો અને આ બનાવમાં દંપતીને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અરવિંદભાઈ માવજીભાઈ જાદવ (47)અજાણ્યા બાઈક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે ફાર્મની સામેના ભાગમાં રોડની કટ પાસે અજાણ્યા બાઇક ચાલકે ફરિયાદીના બાઇક નંબર જીજે 36 કે 3288 ને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને ત્યારે ફરિયાદીના બાઈકની બાજુમાંથી ટ્રક કન્ટેનર પસાર થઈ રહ્યું હોવાથી તેની સાથે ફરિયાદીના પત્ની ગીતાબેનનો ડાબા હાથ અથડાયો હતો જેથી ફરિયાદીના પત્નીને હાથ અને પાંસળીમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ ફરિયાદીને પગના ભાગે અને શરીરે ઇજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા મેન રોડ ઉપર નોતીયાર ચાની દુકાન પાસે વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવેલ હોય પોલીસે 1600 રૂપિયાની રોકડ સાથે આરોપી ઈસુબભાઈ હારુનભાઈ મોવર (44) રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News