ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખારીમાં જુગાર રમતા બે પકડાયા


SHARE









મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખારીમાં જુગાર રમતા બે પકડાયા

મોરબીના રંગપર ગામ પાસે આવેલ ઓરા પ્રિન્ટ પેક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં પેપર રોલ ઉતારવા માટેનું કામ કરી રહ્યો હતો દરમિયાન વજનદાર પેપર રોલ તેના માથા અને શરીર ઉપર પડવાના કારણે યુવાનને ગંભીર જાઓ થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામની સીમમાં ઓરા પ્રિન્ટ પેક નામના કારખાનામાં હાલમાં રહેતો અને મૂળ એમપીનો રહેવાસી સુરજ રાજુભાઈ ભીલાડા (21) નામનો યુવાન ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કારખાનેની અંદર પેપર રોલ ઉતારવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન વજનદાર પેપર રોલ યુવાનના માથા અને શરીર ઉપર પડવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

જુગાર રમતા બે પકડાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરે પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશ્વિનભાઈ દેવકરણભાઈ બારૈયા (36) અને દેવજીભાઈ ગોવિંદભાઈ રાઠોડ (27) રહે. બંને ત્રાજપર ખારી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1880 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News