સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે દૂકાનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી


SHARE





મોરબીના બેલા ગામ પાસે દૂકાનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ.) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષમાં દુકાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને અજાણ્યા પાંચ શખ્સો દ્વારા મોટર રીવાઇડીંગની દુકાનમાંથી નવા અને જૂના કોપર વાયર તથા વેસ્ટ કોપરના વાયર સહિત કુલ મળીને 1.42 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે જયારે ટંકારાના ઘુનડા (સ) ગામે તળાવમાંથી પાણી ખેંચવા માટે મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટરના 20 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ રોડ દુધેશ્વર હાઈટ્સ ખાતે રહેતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા (30)એ અજાણ્યા પાંચ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ખોડીયાર કોમ્પલેક્ષમાં તેઓની શ્રી મેલડી કૃપા નામની મોટર રીવાઇડીંગની દુકાન આવેલી છે દુકાનને સ્કરોએ ગત તા 7/4 ના રોજ નિશાન બનાવી હતી અને ત્યારબાદ દુકાનની અંદર પ્રવેશ કરીને ત્યાંથી નવા અને જૂના કોપર વાયર તથા વેસ્ટ કોપર વાયર આમ કુલ મળીને 100 કિલો કોપર વાયરનો જથ્થો તથા હાઇડ્રોલિક પૂલર અને નાના-મોટી સાઈઝના એસ.એસ.ના બેરિંગ પાંચ કાર્ટુન આમ કુલ મળીને 1,42,800 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની હાલમાં ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા 5 શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઘુનડા (સ) ગામેથી કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (45એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા માટે ઈલેક્ટ્રીક મોટર તેઓ દ્વારા મૂકવામાં આવી હતી અને તે ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર 150 ફૂટ જેનો વજન 20 કિલો થાય છે તે 6,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News