મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી


SHARE







સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી

મોરબીના જેતપર ગામે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ગઇકાલે આંદોલનના પાંચમા દિવસે મોડી સાંજે બે મહિલા ઉપવાસીની તબિયત લથડી હતી જેથી કરીને 108 ની ટીમને તાત્કાલિક ઉપવાસી છાવણી ખાતે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મહિલા ઉપવાસીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે

મોરબીના જેતપર ગામે જુદા જુદા 22 જેટલા ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવાના છે તેમજ જે વીજ વાયરનો કોરીડોર છે તે લગભગ 250 જેટલા ખેડૂતોને અસર કરે છે આમ કુલ મળીને 300 જેટલા ખેડૂતોને વીજ પોલ અને વીજ વાયરના વળતર બાબતે અન્યાય થઈ રહ્યો હોવાથી ખેડૂતો દ્વારા અગાઉ રેલી કરવામાં આવી હતીઆવેદનપત્ર આપવામાં આવ્યું હતુંપ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ તેઓનો પ્રશ્ન ન ઉકેલાતા ગત તારીખ 18 થી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં પ્રથમ દિવસે પાંચ લોકો આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા ત્યારબાદ ક્રમશઃ એક અન્ય વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ આમ કુલ ચાર વ્યક્તિઓ આમરણાંત ઉપવાસમાં જોડાયા હતા અને હાલમાં કુલ નવ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે

ગઇકાલે સવારે ઉપવાસી છાવણીમાં ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડીયા નામના ઉપવાસીની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી પાછા તેઓ ઉપવાસી છાવણી ખાતે આવી ગયેલ છે દરમ્યાન રાતે વાગ્યાના અરસામાં ઉપવાસી છાવણીમાં બેઠેલ નિર્મળાબેન રામજીભાઈ અઘારા નામના મહિલાની તબિયત લથડી હતી જેથી કરીને તાત્કાલિક 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ દક્ષાબેન અમૃતિયા નામના ઉપવાસીની તબિયત લથડી હતી જેથી તે બંને મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આમ છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ન્યાય અને પૂરતું વળતર મળે તેના માટે થઈને લડત ચલાવી રહ્યા છે અને આજે આંદોલનનો છઠ્ઠો દિવસ છે.






Latest News