મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર


SHARE







સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર

આજની વૈશ્વિક સ્પર્ધાના યુગમાં વિદેશની ધરતી પર ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેજસ્વી વિદ્યાર્થીના આ સપના આડે આર્થિક સંકડામણ ઘણીવાર દીવાલ બનીને ઉભી રહે છે. આવા સમયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની કલ્યાણકારી યોજનાઓ મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોની કારકિર્દી ઘડવા માટે પ્રેરકબળ સાબિત થઈ રહી છે. આ યોજના મોરબીના શનાળા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા યુવાન હર્ષ ચેતનભાઇ બોસીયાના જીવનમાં નવા સપના તરફ ઉડવા માટેની પાંખ બની છે.

હર્ષે મોરબીની નાલંદા વિદ્યાલયમાંથી ધોરણ-૧૨ સાયન્સનો અભ્યાસ ૭૨.૭૬% ના ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ કર્યો હતો. હર્ષના પિતા વ્યવસાએ શિક્ષક છે અને પરિવારમાં એકમાત્ર કમાનાર હોવાની સાથે તેમના પર ઘરની લોનનો આર્થિક બોજ પણ હતો. હર્ષનું સપનું વિદેશ જઈને તબીબી ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ એટલે કે એમ.બી.બી.એસ. (MBBS) કરવાનું હતું, પરંતુ વિદેશના ભારેખમ ખર્ચના કારણે સમગ્ર પરિવાર ચિંતાતુર રહેતો હતો અને હર્ષને પોતાનું સ્વપ્ન અધૂરું રહેશે તેમ લાગતું હતું. આ કપરા સમયે તેમના પિતાને સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાની જાણકારી મળી. તેમણે તુરંત જ મોરબી જિલ્લા સેવા સદન ખાતે આવેલી નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની મુલાકાત લીધી. કચેરીમાંથી માહિતી મળી કે આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી અને પાત્રતા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીને માત્ર ૪% ના રાહત વ્યાજ દરે ૧૫.૦૦ લાખની લોન મળવાપાત્ર છે.

હર્ષે જરૂરી આધારભૂત દસ્તાવેજો સાથે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલપર ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ૧૫.૦૦ લાખની લોન સીધી હર્ષના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી. આ સરકારી સહાયના બળે હર્ષે ઉઝબેકિસ્તાન દેશના સમરકંદ શહેરની પ્રતિષ્ઠિત સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ. ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લીધો છે અને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી દીધી છે. હર્ષ અને તેના પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

અનુસૂચિત જાતિ (SC) ના જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ કે સ્નાતક કક્ષાએ ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોય અને મૂળ ગુજરાતના વતની હોય, તેઓને વિદેશની સરકાર માન્ય સંસ્થામાં પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી કે ટેકનિકલ કોર્સ માટે ૧૫ લાખની લોન આપવામાં આવે છે. પરિવારના મહત્તમ બે સભ્યો આ લાભ લઈ શકે છે. વિઝા અને એર ટિકિટ રજૂ કર્યા બાદ ઓનલાઈન અરજી મંજૂર કરવામાં આવે છે. આ લોનની વસૂલાત વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના ૬ મહિના પછી શરૂ થાય છે, જેને આગામી ૧૦ વર્ષના સમયગાળામાં ચૂકવવાની રહે છે, જેમાં પ્રથમ મૂળ રકમ અને ત્યારબાદ વ્યાજની વસૂલાત કરવામાં આવે છે.






Latest News