મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી ટ્રક લઈને પસાર થયેલા યુવાનનો ટ્રક સામેથી આવી રહેલા ટ્રક ટ્રેલર સાથે અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી અને તેનો જમણો પગ કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મંગલારામ હનુમાનરામ સારણ (33)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ દીપકભાઈ વિશ્વનાથભાઈ રજક રહે. મધ્યપ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી ફરિયાદી પોતાનો ટ્રક ટ્રેલર નંબર આરજે 39 જીબી 1528 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેના ભાગેથી મૃતક દીપકભાઈ રજક પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે 25 યુ 5357 લઈને આવી રહ્યા હતા અને તેઓએ પોતાનો ટ્રક ફરિયાદીના ટ્રક ટ્રેલર સાથે સામેથી અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દીપકભાઈને શરીરને ગંભીર જાઓ થઈ હતી અને તેઓનો જમણો પગ કપાઈ ગયો હતો જેથી દીપકભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલ ટ્રક ટ્રેલરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News