મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ


SHARE







મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વધુ એક સરાહનીય સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી સ્વ. કસ્તુરબેન નરભેરામભાઈ ઉઘરેજાની પુણ્યતિથિ નિમિતે વિજાપુરાના પાટીયા પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-જુનાગઢ સંચાલિત અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

હેતલબેન પટેલ દ્વારા સંસ્થાના બાળકોને ૩૦૦ જોડી ટી-શર્ટ અને પેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત બાળકોને આખા દિવસનું ભોજન તેમજ ફળોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સેવાકીય કાર્યથી સંસ્થાના બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સેવાકાર્યમાં જિજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, જયભાઈ મેરજા સહિતના જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં ૮૭ થી વધુ અનાથ અને દિવ્યાંગ બાળકોનું વિનામૂલ્યે પાલન-પોષણ અને સંભાળ કરવામાં આવે છે.જેમાં ૨ થી ૧૦ વર્ષની વયના નાના બાળકોની સંખ્યા નોંધપાત્ર છે.સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્યને વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે.






Latest News