મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ


SHARE







મોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય,શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય, શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના પ્રીન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ ગ્રામજનો, આગેવાનો દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરીના જાગૃત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળતાં માધાપરવાડી વિસ્તારમાં માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળા શરૂ  કરવામાં આવેલ છે, નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી માધ્યમિક શાળાના ઈન્ચાર્જ પ્રીન્સિપાલ મકબુલ શેરસિયાની નિમણુંક થતા માધ્યમિક શાળાનું કામ હોંશભેર, ઉત્સાહથી સંભાળી લીધું હોય 41 એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ધો.9 નવમા પ્રવેશ મેળવી માધ્યમિક શાળાનો અભ્યાસ રેગ્યુલર શરૂ કરેલ હોય પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના કેમ્પસમાં જ માધ્યમિક શાળાનો શુભારંભ થયેલ છે






Latest News