મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન


SHARE







મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક 75 વર્ષના વૃદ્ધ દર્દી ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન હાલતમાં આવ્યા હતા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેની તપાસ કરતા જણાયુ હતું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 20 % છે, દર્દીનું બીપી માપી ન શકાય એટલું ઓછુ છે, દર્દીને હ્રદયનો હુમલો આવેલો છે, દર્દીને એસ્પિરેશન ન્યુમોનીયા નામની જીવલેણ અને ગંભીર બીમારી પણ સાથે લાગુ પડેલી છે.

આથી દર્દીની ખૂબજ ગંભીર સ્થિતિને ધ્યાન પર લેતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઇ ડો. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર્દીના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીની આટલી ગંભીર બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતા માત્ર 4 દિવસમા દર્દીની હોસ્પિટલમાથી રજા કરવામા આવી છે જેથી દર્દીના સગાઓ દ્વારા, “સાહેબ અમને અમારા બા ની કન્ડિશન જોતા બચવાની કોઇ પણ શકયતા ન હતી લાગતી, આપનો અને આયુષ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારજેવા લાગણીભર્યા શબ્દો સાથે ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News