મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ


SHARE







મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ

તાજેતરમાં સ્કુલ કોલેજ શરૂ થઈ હોઈ ત્યારે મોંઘા ભાવના ચોપડા તથા બોલપેન વગેરે સ્ટેશનરી ખરીદવા લોકો ની મજબુરી હોય ત્યારે મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તા.૧૧, ગુરૂવારે માર્કેટ યાર્ડ માં આવેલ મહાવીર ટ્રેડીંગ ખાતે થી સમસ્ત મોરબી ના જૈન સમાજના ધો.૩ થી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૪૦૦ જેટલા  વિધાર્થીઓ ને વિનામુલ્યે ધોરણ મુજબ ૧૦ થી ૧૫ ફુલ સ્કેપ નોટબુક તથા પાંચ બોલપેન નો સેટ આપવામાં આવેલ છે.

મંડળ દ્વારા દર બે વર્ષ જૈન સમાજ ના દાતાઓના સહયોગ થી ફુલ સ્કેપ નોટબુક, બોલપેન વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે તે ઊપરાંત સાધુ -સાધ્વીજી મહાસતીજી ઓ મોરબી આસપાસ ૩૦ કી.મી. સુધી વિસ્તારમાં સેસ કાળ માં વિહાર કરતા હોય ત્યારે ગોચરી, પાણી, દવા, મેડિકલ ચેકઅપ ની વ્યવસ્થા કરી આપવાનું કાર્ય સહિતની વૈયાવચ સતત ચાલુ છેતેમજ પર્યુષણ પછી દર વર્ષે સ્વામીવત્સલ સંઘ જમણ નું આયોજન કરે છે. અને  વર્ષ દરમિયાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો માં સેવા આપી તથા અનુષ્ઠાન કરવુ, વગેરે કાર્યો કરે છે, નોટબુક વિતરણ કાર્યને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધી, તથા જીતુભાઈ સંઘવી, સુનિલભાઈ, સુધીરભાઈ, દેવેન્દ્રભાઈ, સમીરભાઈ, ગૌતમભાઈ, વગેરે સભ્યો એ ખુબજ સારી સેવા આપી તથા વ્યવસ્થા જાળવી હતી તેમ એક યાદી માં જણાવેલ છે.






Latest News