મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE







મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબીમાં હોટલના ધંધાર્થીએ આપઘાત કર્યો હતો ત્યાર બાદ નોંધાયેલ વ્યાજ બાબતની ફરિયાદમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મોરબીની કોર્ટમાં વકીલ મારફતે કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાના જામીન મંજૂર કરેલ છે.

બનાવની ટુંકમાં વિગત એવી છે કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં તેના દીકરાએ વ્યાજખોરોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયા રહે. ઝવેરી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત અરજી કરી હતી અને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈ મોરબીના ત્રીજા એડી. સેશન્સ જજ એમ.આર નાદપરા સાહેબ એ આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાને 50 હજારના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News