મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE







વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

વાંકાનેર તાલુકામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજને કરેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ચાલી ગયો હતો તેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા તેમજ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 16 હજારનો દંડ કરેલ છે.

વાંકાનેર તાલુકામાં તા 27/11/2016 ના રોજ 7 વર્ષની બાળકીનું સાંજના સમયે અપહરણ કરવામાં આવ્યું હતુ અને બાળકીને ફોસલાવીને બાવળની ઝાડીમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી કરીને બાળકીને ગંભીર શારીરિક ઇજાઓ થઈ હતી માટે બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને આ મામલે સગીરાના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ કેસ મોરબીની મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદની સરકારી વકીલ નિરજ ડી. કારીઆ 14 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા (23) રહે. મૂળ એમપી હાલ રહે. ગ્રેટા સિરામિક્સ ઢુવા વાળને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અને જુદીજુદી કલમ હેઠળ આરોપીને કુલ મળીને 16 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 ના નિયમો અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીને આર્થિક અને સામાજિક ન્યાય આપતા 4 લાખ રૂપિયા તેમજ આરોપી દંડની રકમ ભારે તો તેના સહિત કુલ 4.16 લાખ રૂપિયા વળતર આપવા માટે કોર્ટે આદેશ કર્યો છે.






Latest News