મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ


SHARE







મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ

મોરબી જિલ્લામાં પરિવારથી ભટકતા કે ગુમ થયેલા બાળકોના સંરક્ષણ અને આશ્રય માટે કાર્યરત બાળ સુરક્ષા એકમે વધુ એક બાળકનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું છે. ગત તા. ૦૯/૦૬/૨૦૨૬ ની રાત્રે મોરબી શહેરમાં એકાદ-બે દિવસથી એકલું ભટકતું હોવાની માહિતી જાગૃત નાગરિક દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન પર આપવામાં આવી હતી. માહિતી મળતા જ હેલ્પલાઇનના સુપરવાઇઝર અને કેસ વર્કર તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા બાળકના વાલીની શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા, આખરે સીટી બીડિવિઝન પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. પોલીસ રેકોર્ડની ચકાસણી દરમિયાન સવારે જ આ બાળકની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે ફરિયાદી ભાઈનો સંપર્ક કરી બાળકના ફોટા દ્વારા તેની સચોટ ઓળખ કરવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકને બાળ સુરક્ષા સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે વાલી પાસે પૂરતા આધાર-પુરાવા ઉપલબ્ધ ન હોવાને લીધે, સમિતિના નિર્ણય અનુસાર બાળકને સુરક્ષાના હેતુથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ - ખોખરા હનુમાન, મોરબીખાતે કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે તા. ૧૦/૦૬/૨૦૨૬ ના રોજ સવારે વાલી-વારસદારો દ્વારા જરૂરી ઓળખના દસ્તાવેજો રજૂ કરાતા, બાળ સુરક્ષા સમિતિ દ્વારા યોગ્ય કાયદાકીય ખરાઈ કરીને બાળકને સહી-સલામત તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસિયાના માર્ગદર્શન હેઠળ, પ્રોજેક્ટ કોર્ડિનેટર સાગરભાઈ ચૌહાણ, હેલ્પલાઇનના સુપરવાઇઝર મહેશભાઈ ગેડીયા અને કેસ વર્કર રવિભાઈ વાઘેલા સહિત ચાઇલ્ડ હેલ્પલાઇન, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસતંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિના સંકલન થકી માસૂમ બાળકને પુનઃ પોતાના કુટુંબની સાથે મિલન થયું છે.






Latest News