મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું


SHARE











મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પાકના વૈવિધ્યીકરણ માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત આઇ-ખેડૂત ૨.૦પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ વર્ષે ખેડૂતો માટે મુખ્યત્વે (૧) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ”, (૨) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમઅને (૩) બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમજેવા મહત્વના ઘટકો માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાગાયતદારોએ આ યોજનાઓનો લાભ લેવા માટે સૌપ્રથમ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરવાની રહેશે. નોંધણી બાદ નિયત ફોર્મ ભરી, માગ્યા મુજબના જરૂરી આધાર-પુરાવાઓ અને કાગળો ઓનલાઇન અપલોડ કરીને અરજી કન્ફર્મકરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢીને અત્યારે માત્ર પોતાની પાસે જ સુરક્ષિત રાખવાની રહેશે (અરજી સબમિટ કરવા કચેરીએ રૂબરૂ આવવાનું નથી). જ્યારે ઓનલાઇન પૂર્વ-મંજૂરી મળી જાય, ત્યારબાદ જ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરીને જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે જમા કરાવવાના રહેશે તેવું જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News