સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ


SHARE





મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા એક જ પરિવારના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બાબતે અવારનવાર ઝઘડો થતો હતો તે બાબતનો ખા રાખીને મહિલાને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ તેના દીકરા સહિત કુલ ચાર વ્યક્તિઓને માર મારીને ગાળો આપી હતી જેથી આ બનાવમાં ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રહેતા નવાજ ઈકબાલભાઈ ચૌહાણ (18)એ હાલમાં દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરૂખ દાઉદભાઈ ચૌહાણ, ફાતિમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ અને શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ રહે. બધા ખાટકીવાસ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેમજ સાહેઅને આરોપીઓ એક જ ફળિયામાં એક જ મકાનમાં રહે છે જો કે, મકાનની ડેલી બંધ કરવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને તે વાતનો ખાર રાખીને દાઉદભાઈ અને શાહરૂખએ ફરિયાદીના ઘરે આવીને તેની માતાને ગાળો આપી હતી જેથી ફરિયાદી અને સાહેઈકબાલભાઈ ત્યાં આવતા આરોપી ફાતિમાબેન અને ઈરમએ સાહેઝરીનાબેન સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને જપાજપી કરી હતી ત્યારે ફરિયાદી વચ્ચે પડતા દાઉદભાઈ તથા શાહરૂખે ફરિયાદી અને સાહેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને શાહરૂખે સાહેઈકબાલને જાનથી મારી નાખવાની ધમકી આપીને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી તેમજ ઝરીનાબેનને વાળ પકડીને ઢસડીને શેરીમાં લાવીને ફાતિમાબેન, ઈરમ અને શબ્બીરે મુંઢ માર મારીને ઈજાઓ કરી હતી આ બનાવ સંદર્ભે ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડવામાં આવેલ હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે. 




Latest News