સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE





મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ધાયડી વિસ્તારમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ગેરેજ નજીક યુવાને પોતાની કારને પાર્ક કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી બે લાખની કારની ચોરી થઈ હોવાની યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે આવી જ રીતે મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી છે જેની અંગે યુવાને ચોરીની ફરિયાદ કરેલ છે.

મોરબીના બેલા ગામે રહેતા ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ઉઘરેજા (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજીના પંપ પાસે જય અંબે મોટર ગેરેજ એન્ડ સર્વિસ નજીક ફરિયાદીએ પોતાની આઈ-10 ગાડી નંબર જીજે 36 બી 4003 પાર્ક કરીને મૂકી હતી જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી બે લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે જયારે મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ રૂપનાથભાઈ ડાભી (27)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ તેના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 0294 કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમતનું બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News