સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી બજારમાં જવાનું કહીને યુવતી ગુમ


SHARE





મોરબીના રફાળેશ્વર ગામેથી બજારમાં જવાનું કહીને યુવતી ગુમ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી બજારમાં જાઉં છું તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત આવી ન હતી જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતીની માતાએ ગુમ સુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઝાલોદના કાલીગામના રહેવાસી અને હાલમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રેખાબેન લક્ષ્મણભાઇ ગુર્જર (40)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની દીકરી નિલમબેન લક્ષ્મણભાઈ ગુર્જર (22) રહે. હાલ રફાળેશ્વર વાળી ગુમ થયેલ હોવાની ગુમ સુધા ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા 27/5 ના રોજ ઘરે થી સવારે 8 વાગ્યે બુધવારી બજારમા જાઉં છુ તેમ કહીને નિકળી હતી ત્યાર બાદ નીલમબેન ઘરે પછી આવેલ નથી જેથી યુવતીની માતાએ આપેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. આ અંગેની વધુ તપસ તાલુકા પોલીસ સ્ટેશનના અનીલભાઇ હરીભાઇ પરમાર ચલાવી રહ્યા છે.




Latest News