મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ
SHARE
મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ
મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાં સરકારી શાળાના શિક્ષકોને મૂકવામાં આવેલ છે જેથી કરીને બાળકોને શિક્ષણને તેની અસર થાય તેવી શ્ક્યતા છે જેથી કરીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરીએ હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીને વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ના છુટકે બાળકોના હિતમાં વાલીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો કરવાની ચીમકી ઉચ્ચારી છે
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, વેકેશન પૂરું થયું છે ત્યારે સરકાર દ્વાર વસ્તી ગણતરીની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ છે. અને આ કામગીરીમાં મોટા ભાગનો સ્ટાફ સરકારી સ્કુલના શિક્ષકો છે તેમજ આ કામગીરી ફરજ દરમ્યાન ઓન ડ્યુટીથી કરવાનું કહેવામાં આવેલ છે. આ વસ્તી ગણતરીની કામગીરી ૧-૬-૨૦૨૬ થી ચાલુ કરીને પૂરી ન થાય ત્યાં સુધી કરવાની છે જેથી ખુબ જ સમય માંગે તેવી કામગીરી છે મોટા બાળકોના શિક્ષને અસર થાય તેમ છે તેમજ શિક્ષકો પણ માનસિક તણાવમાં આવી જાય તેવી શક્યતા છે.
વધુમાં તેઓ જણાવ્યુ છે કે, આ કામગીરીમા એક શિક્ષકોને ફક્ત ૨૦૦ ઘરની કામગીરી આપવાના બદલે ૬૦૦ થી પણ વધારે ઘરની કામગીરી આપવામાં આવેલ છે. જેથી શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયેલ છે. ઉલેખનીય છે કે, ખાનગી શાળાના શિક્ષકોને આવી કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે સરકારી શાળામાંથી ઘણા વાલીઓ તેઓના સંતાનોના એડમિશન કાઢવીને ખાનગી શાળામાં પોસાઈ નહીં તો પણ અભ્યાસ માટે મૂકે છે જે સરકાર માટે ખરે ખર ચિંતાનો વિષય છે. જેથી વસ્તી ગણતરીની કામગીરીમાંથી સરકારી સ્કુલના શિક્ષકોને મુક્ત કરવામા આવે તેવી માંગ કરવામાં આવેલ છે. અને જો આવું કરવામાં નહી આવે તો ના છુટકે બાળકોના વાલીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો કરવાની ચીમકી ઉચ્ચારી છે.