સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ


SHARE





મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ

મોરબીમાં દારૂની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી જેમાં એક સ્થળેથી દારૂની 4 બોટલ કબ્જે કરી હતી જયારે બીજી જગ્યાએથી 250 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો અને એક કાર તેમજ એક સ્કૂટરમાંથી દારૂની અડધી-અડધી બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ પાસે કાર નંબર જીજે 36 એએફ 5028 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 700 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી અને આરોપી દિલીપભાઈ ચતુરભાઈ ફેફર (44) રહે. માધવ ચોકડી પાસે કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીએ નસો કરેલ હોવાથી તેની સામે વધુ એક અલગથી ગુનો નોંધાયો છે

મોરબીમાં  જોન્સનગર બ્લોક નં. કે-1 માં રહેતા જાહિદભાઇ સાહબુદીનભાઇ પીલુડીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની કુલ ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહિદભાઇ સાહબુદીનભાઇ પીલુડીયા રહે. જોન્સનગર બ્લોક નં. કે-1 મોરબી વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં માધાપરના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર નંબર જીજે 36 એડી 9256 ના ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતનો દારૂ, 7,000 ની કિંમતનો મોબાઇલ તથા 30,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 37,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મોસીન ઉર્ફે ધોની આસમભાઈ સંવાણી (33) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મુસ્કાન કટિયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અલગ અલગ બાચકામાં 250 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્કાન અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા વનાળીયા સોસાયટી, મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News