ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટીબી મુક્ત ભારત: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ૨૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ


SHARE





ટીબી મુક્ત ભારત: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ૨૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ

દેશને ક્ષયમુક્ત કરવાના ઉમદા સંકલ્પ સાથે ચાલતા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સમન્વયથી પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓની સાથે નિયમિત પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ આ રોગમાંથી ઝડપથી સ્વસ્થ થાય તેવા આશયથી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબીના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે અત્યંત જરૂરિયાતમંદ એવા ૨૫ ટીબીના દર્દીઓને દૈનિક વપરાશ માટેની પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરજીભાઈ સુવારીયા, કેશુભાઇ દેત્રોજા, રમેશભાઈ રૂપાલા, ચંદુભાઈ કુંડારિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા ક્ષય કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઇ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. શ્રેયા માતરિયા, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધરતી પડસુંબિયા તેમજ સેન્ટરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
 




Latest News