વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ


SHARE





મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૧ જૂન થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં યોજાય તે માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પૂરક પરીક્ષાની કામગીરીને અત્યંત ગંભીરતાથી લઈ તમામ જરૂરી તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષાના દિવસો દરમિયાન પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાએ કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ન લઈ જાય તેની પરીક્ષા પૂર્વે જ સઘન ચકાસણી કરવા સ્થળ સંચાલકોને જણાવ્યું હતું. ધોરણ-૧૦ ના ઝોનલ અધિકારી શ્રી શૈલેષભાઈ મેરજા અને ધોરણ-૧૨ ના ઝોનલ અધિકારી ભાવેશભાઈ ભાલોડીયાએ પાટા એપ્લિકેશન’ (PATA Application) તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મોરબી જિલ્લામાં આ પૂરક પરીક્ષા હેઠળ ધોરણ-૧૦ માં ૫ બિલ્ડિંગના ૪૪ બ્લોકમાં કુલ ૧,૨૪૧ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૧ બ્લોકમાં ૩૦૮ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૫ બ્લોકમાં ૩૦૬ વિદ્યાર્થીઓ મળીને કુલ ૯ બિલ્ડિંગના ૭૦ બ્લોકમાં કુલ ૧,૮૫૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.




Latest News