સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો


SHARE





મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો

મોરબીના ખરેડા ગામ પાસે આવેલ ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધ સાથે કામ બાબતનું મન દુઃખ રાખીને ગાળો આપવામાં આવી હતી અને ત્યાર બાદ ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે માર મારીને શરીરે ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના આલાપ રોડ ઉપર રહેતા ખોડીદાસભાઈ અણદાભાઈ ડોદા (63)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ માવજીભાઈ ડાભી રહે. ખરેડા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ ખરેડા ગામ પાસે આવેલ ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ રાખેલ છે અને કામકાજ બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ ઘોડાધ્રોય  ડેમના કાંઠે કાનજીભાઈ રેવાભાઇની વાડી નજીક ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં અને શરીરે ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News