મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો


SHARE











મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો

બાળકોમાં શારીરિક અને માનસિક ઉર્જા, ઉત્સાહ તેમજ સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું પ્રેરણાદાયી માહોલમાં ભવ્ય સમાપન થયું છે. ગત તા. ૧૬ મે થી ૩૦ મે દરમિયાન મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળા તેમજ રાજપર ગામ ખાતે આ વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સઘન અભ્યાસ કરાવીને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગાભ્યાસની સાથે-સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત, નવી પેઢી આપણી ભવ્ય સંસ્કૃતિથી પરિચિત થાય તેવા હેતુથી ગાયત્રી પરિવારના વિશેષ સહયોગથી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. કેમ્પના સમાપન અવસરે ભાગ લેનાર તમામ ઉત્સાહી બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કેપ, ડ્રોઈંગ બુક, યોગ અભ્યાસ પુસ્તિકા તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજન સફળ બનાવવા યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી તથા જિલ્લા કોઓર્ડિનેટર દેવાંશીબેન પરમારે જહેમત ઉઠાવી હતી. આ ઝુંબેશમાં સ્થાનિક દાતાઓનો સહયોગ પણ સાંપડ્યો હતો.






Latest News