મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો


SHARE





મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ ધામ ખાતે સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો હતી અને અહી અત્યાર સુધીના ૫૭ કેમ્પમાં કુલ ૧૫,૯૪૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરમાં આવેલ શ્રી જલારામ ધામ ખાતે યોજાઈ છે. દરમ્યાન તાજેતરમાં તા.૪-૬-૨૦૨૬ ગુરુવાર ના રોજ કેમ્પ યોજાયો હતો. જેનો ૨૦૦ દર્દીઓ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ.પ્રવિણભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ) પરિવારના સહયોગથી યોજાયો હતો. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી તેવી માહિતી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે આપી હતી.




Latest News