સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તાવ-ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ મહિલાનું આંચકી આવતા બ્રેન હેમરેજથી મોત


SHARE





મોરબીમાં તાવ-ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ મહિલાનું આંચકી આવતા બ્રેન હેમરેજથી મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતી મહિલાને તાવ અને ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેને આંચકી આવતા બ્રેન હેમરેજ થઈ ગયું હતું જેથી તે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું આ બનાવની તાલુકા પોલીને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ રાજસ્થાનમાં રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મામા કેમિકલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા ભાવનાબેન મહેશભાઈ ડામોર (20) નામની મહિલાને બે દિવસથી તાવ આવતો હતો અને ત્યાં બાદ તેને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આઈસીયુ વિભાગમાં ચાલી રહી હતી તેવામાં મહિલાને આંચકી આવતા બ્રેનહેમરેજ થઈ ગયું હતું જેથી તેની સારવાર ચાલુ હતી દરમિયાન તે મહિલાનું ચાલુ સારવારમાં મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં કેસરબાગ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ હરિલાલ જોશી (55) રહે. રવાપર રેસીડેન્સી ટ્વિન ટાવર બ્લોક નંબર 502 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સ મનોજભાઈ બટુકભાઈ ગોસાઈ રહે વાવડી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News