મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું


SHARE





હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા યુવાને અગાઉ સામેવાળાના કૌટુંબિક ભાઈના જામીન કરાવેલ હોય તે બાબતનું મન દુઃખ રાખીને તેના ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો અને તેને હાથની આંગળીમાં બચકું ભરી લેવામાં આવ્યું હતું તેમજ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રહેતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા (31)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા અને હંસાબેન ભરતભાઈ સુરેલા રહે. બંને જૂના વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને અગાઉ આરોપીના કૌટુંબિક ભાઈઓને જામીન કરાવેલ હોય જે બાબતનું મન દુઃખ રાખીને ફરિયાદી આરોપીની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરતભાઈએ હાથમાં ધારિયું લઈને ફરિયાદીની પીઠના ભાગે ધારિયું માર્યું હતું તેમજ તેના જમણા હાથની આંગળીમાં બચકું ભરી લીધું હતું જ્યારે હંસાબેને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News