મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ


SHARE





મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર ખાતે રહેતી મૂળ રાજકોટની પરણીતા કોઈ કારણોસર ગુમ થઈ ગઈ છે જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં ગુમ થયેલ પરિણીતાને શોધવા માટે તજવીજ કરી રહી છે.

મૂળ રાજકોટના ઉદ્યોગનગર શેરી નં. 12 ચુનારાવડા ચોકના રહેવાસી અને હાલમાં મોરબીના ઋષભનગરમાં માવતરના ઘરે રહેતા હર્ષાબેન ધર્મેશભાઈ મેવાડા (34) નામની મહિલા ગત તા. 28/5 ના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કશું કહ્યા વગર પહેરેલા ડ્રેસે નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેનો હજુ સુધી શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપવામાં આવી છે જેથી પોલીસ હાલમાં ગુમ થયેલ પરણીતાને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે વધુમાં આ અંગેની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોય તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે ગુમ થયેલ પરણીતાના જમણા હાથ ઉપર સ્ટાર ત્રોફાવેલ છે અને તે મહિલાનો કોઈ જગ્યાએ પતો લાગે તો મોબાઇલ ફોન નં. 97140 64419 અથવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નં. 6357240718 ઉપર જાણ કરવા જણાવ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે રહેતા સુનિલકુમાર (38) નામનો યુવાન રમેષ્ટ સીરામીક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના રંગપર ગામ નજીક આવે સિરામિક કારખાનામાં રહેતા અને કામ કરતા મોનિકાબેન જામસિંહ સિંગર (19) નામની પરિણીતાએ કોઈ કારણસર દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ ગ્રેનાઈટો કારખાનામાં રહેતા આકાશ શ્યામલાલ કશ્યપ (27) નામના યુવાનને લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રાન્ડ વૈભવ હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરાઈ છે

બાળક સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સબ્બીર રસિકભાઈ સેડાત (10) નામનું બાળક બાઇકમાં બેસીને મોરબીના નટરાજ ફાટક પાસેથી જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરાઈ છે.




Latest News