મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટો રમતા એક શખ્સ 16,150 ના મુદામાલ સાથે પકડાયો: એકની શોધખોળ


SHARE











મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટો રમતા એક શખ્સ 16,150 ના મુદામાલ સાથે પકડાયો: એકની શોધખોળ

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે રને 150 રૂપિયાના સોદા લખીને હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે રોકડ અને મોબાઈલ મળીને 16,150 ની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલિસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર વ્હોટ્સ એપમાં પ્લેયર માંગીને રન ઉપર 150 રૂપિયાના સોદા લખીને હાર જીતનો જુગાર રમવામાં આવી રહ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી આરોપી અજયભાઈ શામજીભાઈ ઝીંઝવાડીયા (27) રહે. ત્રાજપરના ઝાપા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1150 રૂપિયા રોકડા અને 15000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 16,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ દ્વારા રવિ ઉર્ફે માસ વરણીયા રહે. ત્રાજપર વાળાની સાથે ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હોવાનું સામે આવ્યું હોય બંને શખ્સોની સામે ગુનો નોંધાયો છે અને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

6 બોટલ દારૂ

મોરબીના ટિંબડી ગામની સીમમાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર સતિષભાઈ બગોરાના કબજા વાળા મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી 6 બોટલ મળી આવતા પોલીસે 4482 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સતિષભાઈ ગણેશલાલ બગોરા રહે. પાટીદાર ટાઉનશીપ રોયલ ટાવર રૂમ નંબર 301 ત્રીજા માળે ટિંબડી પાટીયા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News