ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને કરાઇ હત્યા મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને કરાઇ હત્યા


SHARE











માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર આડેધડ ફાયરિંગ કરીને કરાઈ હત્યા

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર અજાણ્યા શખ્સ દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા આધેડ તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવતા હતા જોકે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો જેથી આ બનાવની તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવ સ્થળે તથા હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત રાખી દીધો હતો અને આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તથા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે ગમે ત્યારે હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, મારામારી વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન મોરબી જિલ્લાના માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમાર મોવર (51) નામના આધેડ સોમવારે મોડી સાંજે પોતે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેઓને છરા લાગ્યા હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે માળીયાની હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ લઈને આવ્યા હતા આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે તથા હોસ્પિટલે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વિગતો સામે આવી રહી છે વધુમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં હાલમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે અને સફીરભાઈ મુસાભાઈ મોવાર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને હાલના મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર દ્વારા અંદાજે દોઢ વર્ષ પહેલા સફિરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જૂની અદાવતનો ખાર રાખીને આ ઘટના બની હોવાનો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News