વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ

હળવદના ગ્રામ્ય વિસ્તારની યુવતી મોરબી ખાતે મકાન ભાડે રાખીને અહીં શો-રૂમમાં કામ કરતી હતી.તે દરમિયાનમાં રાજકોટ ખાતેથી તેની સાથે પરિચયમાં આવેલા ઈસમ દ્વારા યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.અને ભોગ બનેલ યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા હાલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી છેલ્લા કેટલાક સમયથી મોરબીના એક શો-રૂમમાં નોકરી કરતી હોય અહીં જ રૂમ ભાડે રાખીને રહેતી હતી.દરમ્યાનમાં યુવતી તેમના સગાને ત્યાં રાજકોટ ગયેલી હતી.અને ત્યાં તે એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી.બાદમાં તે વ્યક્તિ દ્વારા યેનકેન રીતે તે યુવતીનો પાછો કરીને તેણાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી.અને મોરબી ખાતે આવીને તે ઇસમ દ્વારા યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધર્મેન્દ્ર પરમાર નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમો પગલે ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમાર (૩૫) રહે.સહજાનંદ વાટિકા હરીપર પાટિયા પાસે કાલાવડ રોડ રાજકોટ ની ધરપકડ કરીએ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવતી મૂળ હળવદની છે અને મોરબી ખાતે મકાન ભાડે રાખી અહીં આવેલ એક શો-રૂમમાં કામ કરતી હતી.દરમિયાન તે રાજકોટ સાગાને ત્યાં ગઈ હતી અને ત્યાં બે સંતાનોના પિતા એવા ધર્મેન્દ્ર પરમારના સંપર્કમાં આવી હતી તેને બાદમાં તે શખ્સે યુવતીનો પીછો શરૂ કર્યો હતો અને મોરબી ખાતે આવીને યુવતીની સાથે દુષ્કર્મ આચાર્ય હતું.જે અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માત

મોરબીના રાજકોટ હાઇવે ઉપર નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે બાઈક હડફેટે ઇજા થતા કાજલબેન સોલંકી (૨૪) રહે.રાતીદેવડી તા.વાંકાનેર તેમજ કૈલાષબેન ગોવિંદભાઈ જાદવ (૨૭) રહે.શનાળાને ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા દિનેશભાઈ અમરશીભાઈ કોળી નામના ૫૩ વર્ષીય આધેડ બાઈક લઈને ચરાડવા બાજુથી સમલી ગામ બાજુ જતા હતા ત્યારે કેનાલ પાસે અકસ્માતે તેઓ બાઈક સહિત નીચે પડી ગયા હતા.જેથી હળવદની હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.અને હાલ તેઓ વેન્ટિલેટર ઉપર હોય અને તેઓની હાલત ગંભીર હોય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરી વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દવા પી લેતા સારવારમાં

મોરબી-હળવદ હાઇવે ઉપર કોઈ અગમ્ય કારણોસર વાલાભાઈ ત્રિભુવનભાઈ ઠાકોર (૨૫) રહે.વિરમગામએ ઝેરી દવા પી લીધેલી હતી.જેથી હળવદ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વાલાભાઈ ઠાકોરને વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા હેતલબેન સાગરભાઇ મકવાણા નામની મહિલાએ તેની વાડી ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી હેતલબેનને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવના કારણ સંદર્ભે વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઈ હતી.તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.




Latest News