મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ આપત્તિ વ્યવસ્થાપન સુદ્રઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મહાપાલિકાના મેયર ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબિયા, દંડક જયેશભાઈ દેસાઇ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતાબા જાડેજા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના મેયર ઉત્તમભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન વહીવટી તંત્ર સજ્જ રહે અને પ્રજાને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે.તો ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા અને અન્ય પદાધિકારીઓએ પણ અધિકારીઓ સાથે વિવિધ વોર્ડની ભૌગોલિક સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરીને પ્રી-મોન્સૂન પ્લાનનું અમલીકરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.




Latest News