મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ


SHARE







મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ

મોરબી શહેર અને જીલ્લામાં ગેરકાયદે પ્રેસકાર્ડ રૂપિયા લઈને આપવામાં આવી રહ્યા છે જેથી આવા વેચાતા પ્રેસ કાર્ડ મેળવનાર અને લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લાના તમામ માન્ય પત્રકારોએ કલકેટર અને એસપીને રજૂઆત કરી હતી અને ખાસ કરીને મોરબી જીલ્લામાં ચેકિંગ ઝુંબેશ કરીને બોગસ પત્રકારોની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઈ પણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું અને કોઈ પણ મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરીને લોકોને બ્લેકમેલ કરવામાં આવે તેવી ઘટનાઓ બને છે તેવામાં મોરબીમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હજતું ત્યારે 10 હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા શખ્સ અને તેને વેચાતું કાર્ડ આપનાર સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યાવહી કરેલ છે. 

જો કે, મોરબીમાં હજુ પણ આવા અસામાજિક તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે 'PRESS' ના બોર્ડ લગાવીને સીન સપાટા કરે છે અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તોડ કરે છે. જેથી સમાજમાં માન્ય અને સાચા પત્રકારોની છબી ખરડાછે અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થાય છે. માટે મોરબીના તમામ માન્ય પત્રકારોમોરબી જિલ્લામાં જે ફોર કે ટુ વ્હીલર વાહનો પર 'PRESS' લખેલું હોય તેનું સઘન ચેકિંગ કરવામાં આવે, પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના કાર્ડની ખરાઈ કરવામાં આવે, 10 હજાર કે અન્ય રકમો લઈને ગેરકાયદે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને તોડ કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે બીએનએસ કાયદાની આકરી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યાવહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

આ બાબતે મોરબી ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી સાથો સાથ મોરબી જીલ્લામાં આ સંસ્થાના વેચતા પ્રેસ કાર્ડ કોઈપણ વ્યક્તિએ લીધેલા હોય તો તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા માટે અપીલ પણ કરી છે. અને જો પોલીસની તપાસ દરમ્યાન કોઇની પાસેથી બોગસ પ્રેસ કાર્ડ મળી આવશે તો તેઓની સામે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.




Latest News