મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !


SHARE







મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !

મોરબીના લીલાપરથી વીરપર બાજુ જવા માટે નવો રોડ ચાર મહિના પહેલા બનાવવામાં આવેલ છે અને તે રોડને તોડીને હાલમાં ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું  છે જેથી ચકચાર મારી ગયેલ છે. અને માલીકીની જમીન રોડ માટે આપી હતી તેનાથી વધુ જમીન ઉપર રોડ બનાવેલ હોવાથી આ રોડને તોડીને બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના લીલાપર અને ટંકારાના વીરપર ગામને જોડતો 8 કિલો મીટરનો 16 કરોડના ખર્ચે જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નવો રોડ બનાવવામાં આવ્યો છે અને 4 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રોડનું કામ પૂર્ણ થયું છે અને રોડ ગ્રામજનો માટે ખુલ્લો મુકાયો છે ત્યારે હાલ નવા બનેલા આ રોડને તોડીને બીમ કોલમ ઉભા કરીને ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી નવો રોડ શા માટે તોડી નાખવામાં આવ્યો છે તેની જિલ્લા પંચાયતમાં કોઈ અધિકારીને જાણ નથી જો કે, આ નવો 16 કરોડના ખર્ચે બનેલ રોડ ખાનગી માલિકની સહમતીથી તેની જમીન ઉપર બનાવવામાં આવેલ છે પરંતુ જમીનના માલિકે જેટલી જમીન આપી હતી તેના કરતાં વધુ જમીન ઉપર રોડ બનાવવામાં આવેલ હોવાથી ત્યાં જમીનના માલિકે રોડને તોડીને બાંધકામ શરૂ કર્યું છે.




Latest News