એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકં : ૭ પૈકી ૫ પકડાયા મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

ગોરખધંધા: મોરબીમાં વાહન ચેકિંગ દરમ્યાન બનાવટી પ્રેસ કાર્ડનો પર્દાફાશ, વેચાતું પ્રેસ કાર્ડ લેનાર-આપનારની સામે ગુનો નોંધાયો


SHARE











ગોરખધંધા: મોરબીમાં વાહન ચેકિંગ દરમ્યાન બનાવટી પ્રેસ કાર્ડનો પર્દાફાશ, વેચાતું પ્રેસ કાર્ડ લેનાર-આપનારની સામે ગુનો નોંધાયો

મોરબીમાં પ્રેસના કાર્ડનું વેચાણ થતું હોય તેવી અગાઉ પણ એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં પોલીસ દ્વારા પ્રેસ કાર્ડનું વેચાણ કરનારા શખ્સોની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે મોરબી વિસ્તારમાં પ્રેસ કાર્ડનું વેચાણ કરવામાં આવે છે તેવી હક્કિત સામે આવતા મોરબીમાં પ્રેસના કાર્ડનું વેચાણ રોકવા માટે હવે પોલીસે જાતે જ ફરિયાદી બનેલ છે અને પ્રેસનું કાર્ડ વેચનાર તથા પ્રેસનું કાર્ડ વેચાતું લેનારની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે અનેકો કૌભાંડ કરવામાં આવતા હોય છે અને તેના સમયંતરે પર્દાફાશ પણ થતા હોય છે થોડા સમય પહેલા મોરબીમાં પ્રેસ કાર્ડનું વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી અને જે તે સમયે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ કરીને તે અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, 600 જેટલા કાર્ડનું મોરબીમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવ્યું છે ત્યારબાદ વધુ એક વખત મોરબી વિસ્તારની અંદર પ્રેસ કાર્ડનું વેચાણ કરવામાં આવતું હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોરબીમાં ગઈકાલે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન રોડ ઉપર બજરંગ અખાડા પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાંથી બાઈક નંબર જીજે 10 ડીક્યૂ 5802 લઈને શંકાસ્પદ હાલતમાં એક શખ્સ નીકળ્યો હતો જેથી પોલીસે તેને રોકીને તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ થતા વાહનના દસ્તાવેજો માંગ્યા હતા

દરમિયાન તે વ્યક્તિએ પોતાનું નામ કાસમભાઈ શેખ (23) રહે. લાયન્સનગર સતનામ પેલેસ સામે મોરબી વાળો હોવાનું જણાવ્યુ હતું અને ત્યારબાદ તેને ફોન કરીને એક વ્યક્તિને ત્યાં બોલાવતા તે વ્યક્તિ બ્રેઝા કલરની કાર નંબર જીજે 3 એનકે 6393 લઈને સ્થળ ઉપર આવ્યો હતો અને ત્યારે તેના કારના ડેસ્કબોર્ડ ઉપર પ્રેસ લખેલું બોર્ડ મૂકેલું હતું અને કારમાં આવેલા શખ્સે હું પ્રેસમાં છું તમે કેમ છોકરાને રોક્યો છે તેવું કહીને પોલીસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તે શખ્સે પોતાનું નામ અસલમ હુસેનભાઇ શેખ (33) રહે. કૃષ્ણ પાર્ક-2 ઉમિયા પાન વાળી શેરી, મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું

આ શખ્સ પાસે મોબાઇલમાં પ્રેસનું આઈ કાર્ડ જોવા મળ્યું હતું તેમજ તેના ગળામાં ધ પ્રેસ ઓફ ઇન્ડિયા લખેલું કાર્ડ પણ લટકાવેલું હતું અને તેના અભ્યાસ વિશે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ શખ્સનો અભ્યાસ માત્ર આઠ ધોરણ હોવાનું અને તેની પાસે પત્રકારત્વ અંગેની કોઈ લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં આ શકશે પોલીસને જણાવ્યું હતું કે એકાદ મહિના પહેલા તેણે રાધેશભાઇ કિશનભાઇ બુદ્ધભટ્ટી પાસેથી 10,000 રૂપિયા આપીને આઈ કાર્ડ મેળવ્યું હતું

જેથી પોલીસે આઈ કાર્ડ આપનાર રાધેશભાઇ કિશનભાઇ બુદ્ધભટ્ટીને બોલાવીને તેની પૂછપરછ કરી હતી તેણે જ પ્રેસ રિપોર્ટર ન હોવા છતાં અસલમ શેખને પ્રેસ રિપોર્ટર તરીકેની ઓળખ આપી શકે તે માટે આઈ કાર્ડ આપ્યું હોવાનું કાબુલ કર્યું હતું અને અસલમ શેખે તેની પાસે રહેલા બનાવટી કાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને રાધેશભાઇ બુદ્ધભટ્ટીએ આર્થિક ફાયદા માટે 10 હજાર રૂપિયા લઈને ઓલ ઇન્ડિયા નું કાર્ડ ન આપ્યું હતું જેથી હાલમાં બંને સામે ગુનો નોંધાયો છે.

હાલમાં પોલીસે પ્રેસ રિપોર્ટર તરીકેનું પ્રેસનું બનાવટી આઈ કાર્ડ રાખનારા અસલમ હુસેનભાઇ શેખ અને તેણે આઈ કાર્ડ આપનારા રાધેશભાઇ કિશનભાઇ બુદ્ધભટ્ટી સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ દ્વારા માણસો સાથે ઠગાઈ કરવાના ઇરાદે બનાવટી આઈ કાર્ડ રાખી તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યો હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશને બીએનએસની કલમ 318 (4), 336 (3), 337, 339, 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં પ્રેસ કાર્ડ, બ્રેઝા કાર વિગેરે મુદામાલ પોલીસે કબ્જે કરીને બંને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.વી.ઝાલા ચલાવી રહ્યા છે

ફાયરિંગના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સામસામે ફાયરિંગની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અમુક આરોપીને પકડવામાં આવ્યા હતા અને સામસામી ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો અને તે સારવાર હેઠળ હતો. દરમિયાનમાં તે દવાખાનેથી મુક્ત થતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટિયા દ્વારા અલીભાઇ કાસમભાઇ કટિયા મીંયાણા (૪૫) રહે.વીસીપરા મોરબીની ફાયરિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલની પાછળ રણછોડનગરમાં રહેતા અને મૂળ કચ્છ અંજારના નાગલપર ગામના વતની પૂજાબેન યુગેશભાઈ કાથડ નામની ૩૪ વર્ષીય મહિલા તેના ઘરે વેલ્વેટ પ્લસ વાઈટ ડિયોડ્રન્ટ પી ગયા હતા. જેને લઈને તેમને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ દ્વારા બનાવ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.મોરબીના માળિયા ફાટક પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ હકાભાઇ ચૌહાણ નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘર નજીક કોઈ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેને પણ સારવારમાં ખસેડ્યો હતો.જેથી પોલીસ દ્રારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News