મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ટ્રિપિંગ-સારા રોડ રસ્તા સહિતના પ્રશ્નોની મોરબી પેપર મિલ એસો. દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ મોરબી જિલ્લા કલેક્ટરની ખનિજ માફિયાઓ સામે લાલ આંખ: ધરમપુર નજીક ચેકિંગ કરીને ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, પ્લાન્ટ અને ટ્રક જપ્ત મોરબીના મકનસર ગામેથી યુવતી ગુમ મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ-ચૂંટાયેલ આગેવાનોનો સન્માન  સમારોહ યોજાયો મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી


SHARE











મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી અને વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળે તમામ વહીવટી, કાનૂની અને તબીબી સહાય પૂરી પાડતા સખી વન સ્ટોપ સેન્ટરની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ સેન્ટર ખાતે પીડિત મહિલાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કેન્દ્રના સત્તાવાર રેકોર્ડ જેવા કે કેસ રજિસ્ટર, કાઉન્સેલિંગ રેકોર્ડ, પોલીસ સંકલન નોંધ તેમજ કાનૂની સહાય રજિસ્ટર સહિતના તમામ જરૂરી દસ્તાવેજોની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. તેઓએ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે, આ સેન્ટર ખાતે આવતી પ્રત્યેક મહિલાને અત્યંત સંવેદનશીલતા પૂર્વક સાંભળીને સમયસર ન્યાય અને આશ્રય મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. વળી, કેસોના ઝડપી નિરાકરણ, પીડિત મહિલાઓની સંપૂર્ણ ગોપનીયતા (Privacy) જાળવવા અને વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને સંકલિત સેવાઓ આપવા પર તેઓએ વિશેષ ભાર મૂક્યો હતો.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પીડિત મહિલાઓને સુરક્ષા અને ન્યાય અપાવવાના ઉમદા આશયથી આશરે ૯૭૧ જેટલા સખી વન સ્ટોપ સેન્ટરોકાર્યરત કરવામાં આવ્યા છે. ભારત સરકારના સત્તાવાર મિશન શક્તિ ડેશબોર્ડના તાજેતરના આંકડા મુજબ, મોરબી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર સમગ્ર દેશના આ ૯૭૧ કેન્દ્રોમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે ૨૨મા ક્રમે સ્થાન મેળવ્યું છે, જે મોરબી જિલ્લા વહીવટી તંત્રની મહિલા સુરક્ષા પ્રત્યેની અસરકારક અને સંવેદનશીલ કામગીરીને પ્રતિબિંબિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક હેરાનગતિ, દહેજ પ્રથા, લૈંગિક શોષણ (Sexual Harassment) અથવા અન્ય કોઈ પણ પ્રકારની પીડાનો ભોગ બનેલી મહિલાઓને ત્વરિત ન્યાય આપવા માટે સખી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે. અહીં પીડિત મહિલાઓને તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ, મફત કાનૂની માર્ગદર્શન, તાત્કાલિક પોલીસ સહાય, તબીબી સારવાર તેમજ કટોકટીના સમયે અપાતો અસ્થાયી આશ્રય (Shelter) જેવી તમામ સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.






Latest News